Ad Code

Responsive Advertisement

નવસારી ખાતે જિલ્લાની વોકેશનલ શાળાઓના વિદ્યાર્થીઓનાં કૌશલ્ય નિર્માણ હેતુસર કૌશલ્ય પ્રદર્શનનું આયોજન યોજાયું.

  

ગાંધીનગર સમગ્ર શિક્ષા પ્રેરિત નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી થકી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાનો કૌશલ્ય પ્રદર્શન સોમવારે વિદ્યાકુંજ હાઈસ્કુલમાં યોજાયો હતો. જેમાં જિલ્લાની કુલ ૭૧ શાળાઓના ૨૫૪ વિદ્યાર્થીઓ દ્વારા ૯૨ જેટલી અલગ અલગ ટ્રેડોની કૃતિઓને રજૂ કરવામાં આવી હતી.

જિલ્લાની વોકેશનલ શાળાઓના વિદ્યાર્થીઓનાં કૌશલ્ય નિર્માણ હેતુસર કૌશલ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર આદરણીય અમિત પ્રકાશ યાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.રાજેશ્રી ટંડેલે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર, માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ અને શાળાનાં ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરી વોકેશનલ શિક્ષણ અંતર્ગત માર્ગદર્શન અપાયું હતું.નવસારી જિલ્લાની કુલ ૭૧ શાળાઓના ૨૫૪ બાળકો દ્વારા ૯૨ જેટલી અલગ અલગ ટ્રેડોની કૃતિઓને રજૂ કરવામાં આવી હતી. કૃતિઓ નિર્માણ અંગે વિદ્યાર્થીઓ તેમજ વોકેશનલ ટ્રેનરોને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

રાનકુવા બી.એલ.પટેલ સાર્વ વિદ્યા મંદિર રાનકુવા હાઈસ્કુલમાં એગ્રિકલ્ચર ટ્રેડ અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ટ્રેડ બંને વિભાગમાં કૃતિઓ રજુ કરી હતી. 

જેમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ટ્રેડની કૃતિ હાઇડ્રો પાવર ઈન માઉન્ટેન એરિયા જીલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો હતો. આ સિધ્ધિ બદલ તૈયાર કરાવનાર વોકેશનલ શિક્ષક શોભિત પટેલ અને ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પ્રાચી પટેલ, રેશમા અંસારી, દિવાંશી પટેલ, યશ્વી પટેલને આચાર્ય સંજયસિંહ પરમાર, પ્રમુખ ઠાકોરકાકા, મંત્રી જશુ નાયક અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.રાજેશ્રી ટંડેલે અભિનંદ પાઠવ્યા હતા.




Post a Comment

0 Comments